મને જાણીને આનંદ થયો કે દિકરીનાં જનમ પર એક વૃક્ષ વાવવું જોઈએ એવી મારી ટ્વીટ ઘણા લોકોને પસંદ પડી. પર્યાવરણની રક્ષા માટે તમને રસ પડે છે એ વાત સરાહનીય છે. તમને આ બાબતમાં રસ પડે છે તો ચાલો હું તમને બાગકામ કે ખેતકામ કરતી વખતે પાણીની બચત કેવી રીતે થઈ શકે તે અંગેની એક સરસ ટીપ આપું.

 

ગ્લેઝ કર્યા વિનાનું એક માટલું લો, તેમાં પાણી ભરીને ઢાંકી દઈને તેને વૃક્ષ કે છોડનાં મૂળિયા પાસે જમીનની અંદર મૂકી દો. એકાદ અઠવાડિયા સુધી તમારે છોડને પાણી પાવાની જરૂર નહિ રહે. માટલું ટપક સિંચાઈનાં એક સાધન તરીકે કામ કરશે. યાદ રાખો, તમારે માટલામાં કાણા પાડવાની જરૂર નથી. અને હજી વધારે સારું પરિણામ મેળવવું હોય તો માટીથી વાસણ ઘસ્યા બાદ જે પાણી વધ્યું હોય તે પાણી માટલામાં ભરી દો. આ પધ્ધતિનો ઉપયોગ ગુજરાતનાં ઘણા ભાગોમાં થાય છે. જો આપણે સંકલ્પ કરીએ તો આટલું નાનું કામ ઘણું મોટું પરિણામ આપી જાય છે.
મને એક બીજો હ્રદયસ્પર્શી પ્રસંગ યાદ આવે છે. કોઈકે એકવાર મને પત્ર લખીને આ પ્રસંગ જણાવ્યો હતો. પ્રસંગ છે સૌરાષ્ટ્રનાં વેરાવળ નજીકનાં એક ગામનો. ગામની એક શાળાનાં શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષો વાવવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. વિસ્તારમાં પાણીની અછત હતી એટલે ત્યાં વૃક્ષો માટે પાણી મેળવવાનો પ્રશ્ન હતો. એટલે શિક્ષકે વિદ્યાર્થીઓને તેમની માતા માટીથી વાસણો ઘસી લે પછી તે માટીવાળુ પાણી એક બોટલમાં ભરી લાવવાનું કહ્યું. પ્રત્યેક વિદ્યાર્થી દરરોજ માટીનાં પાણીવાળી એક બોટલ ઘેરથી લઈ આવવા માંડ્યો. શિક્ષકે વિદ્યાર્થીઓને આ જ પાણી ઝાડને પીવડાવવા માટે કહ્યું. દિવસો વીતતા ગયા અને શાળાની સામે એક લીલોછમ બગીચો તૈયાર થઈ ગયો. એક શિક્ષકનાં નાનકડા પ્રયોગે નકામા પાણીનાં ઉપયોગથી સૂકા પ્રદેશમાં હરિયાળી લાવી દીધી અને વળી આ પ્રયોગનાં માધ્યમથી શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રકૃતિમાતા સાથે મિત્રતા કેળવવાનું પણ શીખવી દીધું. મને આ ઘટના ઘણી સ્પર્શી ગઈ. આશા છે કે તમને પણ એ સ્પર્શી જશે.
પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની ટીપ્સ અને પ્રયોગોની જાણકારી પરસ્પર આપતા રહીએ. ચાલો આપણે સૌ પર્યાવરણની જાળવણીમાં આપણો ફાળો આપીએ.
એક નાનું સરખું ગામ. ગામમાં સાસુ વહુ રહે. ખાધે પીધે સુખી. ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે. બન્ને જીવના ઉદાર એટલે એમના ઘરે આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય. વહુ બિચારી ભોળી અને સીધી સાદી પણ સાસુનો રોફ ભારે. સાસુનાં કપડાં ઘડીબંધ હોય. પોતાના મોભાનો બરાબર ખ્યાલ રાખે. કોઈની તાકાત છે કે એને બે વેણ સંભળાવી જાય. બોલવામાં તો બહુ આકરી.

 

 

આ ગામથી ચાર ગાઉ દૂર બાજુના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે. અવારનવાર ચાલતો આ સાસુ વહુના ઘરે આવે અને ખપજોગું સીધું-સામાન માગીને લઈ જાય. સાસુ વહુ પણ તેને પ્રેમથી જે ચીજ જોઈતી હોય તે આપે.
એક દિવસ બન્યું એવું કે સાસુને કંઈ કામસર બાજુના ગામમાં જવાનું થયું. બીજી બાજુ પેલા ગરીબ બ્રાહ્મણને લોટની જરૂર પડી એટલે તે ડબ્બો લઈને આ સાસુ વહુના ગામે લોટ માગવા આવ્યો. સાસુ તો હતા નહિ એટલે વહુ પાસે લોટ માગ્યો.
વહુ કહે : ‘ઊભા રહો મહારાજ! અબઘડી તમારો ડબ્બો ભરી આપું છું.’
વહુ અંદર રસોડામાં જઈને જૂએ તો લોટ બધો ખલાસ થઈ ગયેલો. ઘરમાં જરી પણ લોટ ન મળે. બહાર આવીને કહે ‘મહારાજ! લોટ તો બધો ખલાસ થઈ ગયો છે. આજ તો મળે તેમ નથી. તમે એકાદ-બે દિવસ પછી આવો તો આપું.’
બ્રાહ્મણ તો નિરાશ થઈ ગયો. તેને લોટની બહુ જરૂર હતી. એને મનમાં એવી શંકા પણ થઈ કે કદાચ વહુએ ખોટેખોટી ના પાડી હશે. સાસુ ઘરે હોત તો મને ચોક્કસ લોટ મળત. પણ એ કંઈ બોલ્યા વિના પાછો પોતાને ગામ ગયો.
એ ચાર ગાઉ ચાલીને પોતાને ગામ પાછો આવ્યો તો ત્યાં અચાનક તેનો સાસુ સાથે ભેટો થઈ ગયો. સાસુને જોઈને કહે : ‘આજે તમારે ઘેર લોટ માગવા ગયો હતો પણ લોટ ન મળ્યો. વહુ કહે છે કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે.’
આ સાંભળીને સાસુનો મિજાજ છટક્યો. કહે : ‘એવું તે હોય કાંઈ. ચાલો મારી સાથે. વહુ એના મનમાં સમજે છે શું? વહુથી ના પડાય જ કેમ.’
બ્રાહ્મણ તો બિચારો રાજી થઈને ફરી સાસુની સાથે ચાર ગાઉ ચાલીને એ બન્નેનાં ઘરે ગયો. સાસુ બ્રાહ્મણ પાસેથી રોફભેર ખાલી ડબ્બો લઈને લોટ ભરવા રસોડામાં ગયા. પણ જઈને જૂએ તો વહુની વાત સાચી હતી. રસોડામાં જરા પણ લોટ ન હતો. પણ સાસુ એ સાસુ. લીધેલી વાત છોડે એ બીજા. બહાર આવીને કહે : ‘આ અમારી વહુને તે કાંઈ ખબર પડે છે? સાવ નાદાન છે. હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ? ના પાડવાનો હક્ક તો ફક્ત મારો છે. લ્યો ચાલો હવે હું ના પાડું છું કે ઘરમાં લોટ નથી એટલે તમને આપી શકાય તેમ નથી.’
બ્રાહ્મણ તો બિચારો મોં વકાસીને જોઈ જ રહ્યો. એને થયું કે ‘હે ભગવાન! હું ફરી વાર ચાર ગાઉ ચાલીને આવ્યો અને તે પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે!’

અકબરના દરબારમાં મોટા ભાગનાબિરબલની ખૂબ જ ઇર્ષા કરતા. એક દિવસ બધાએ ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું. તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા.દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો.

 

 

મહાવત તો રાજા પાસે ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમે બોલ્યો. રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને તેંપ ઇલાજ કરવા કહ્યું. રાજવૈદે પણ તેને સમ્જાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડૂંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે.

અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડૂંડામાંથી દોરડું વણી લાવશે તેને 1000 સોનામહોરો આપવામાં આવશે. બધા જ વિચારમાં પડી ગયા. અકબરે 15 દિવસનો સમય આપ્યો હતો. પંદર દિવસ પછી રાજદરબાર ભરાયો અને અકબરે દોરડા વિષે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા. કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય. બધા મૂંઝાયા.

પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે. બધા કેમે ગભરાઓ છો અકબર પણ તરત બોલ્યા હા…..હા… બિરબલને તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય તેમણે બિરબલને પૂછ્યું બિરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે. તે તો ઘણો જ ચાલક હતો તે બોલ્યો જહાંપનાહ મને દસ મિનિટનો સમય આપો. રાજા બોલ્યા ભલે… બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચાળણી લઈ આવ્યો અને બોલ્યો દોરડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે જો આ નેતા દરબારી મને પાણી આ ચાળણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં.

રાજાએ પેલા દરબારી નેતાને ચાળણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું. નેતા દરબારી તો રડમસ થઈ ગયા. તેમણે કહ્યું બાદશાહ આ તો અશક્ય જ છે. ચાળણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું બિરબલ બોલ્યો જહાંપનાહ આતો મને ફસાવવાની એક યુક્તિ છે.

રાજા સમજી ગયો તેણે દરબારીને સજા ફરમાવી. દરબારીએ પોતાનો ગુને કબૂલ કર્યો. મહાવત અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી.બધાએ બિરબલની ચતુરાઈનાં વખાણ કર્યા. રાજાએ બિરબલને 1000 સોનામહોરો આપી.

કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં આપણને જ્યાં પોતાના માટે વિચારવાનો સમય નથી મળતો ત્યાં બીજાના વિશે કેવી રીતે વિચારી શકીએ? તમારી મમ્મી તમને રોજ જમાડવાં માટે પાછળ દોડતી હોય અને તમે એક જ મિનિટમાં કહી દો છો કે મને નથી ભાવતું, બિચારી મમ્મી ફરી તમને તમારી ભાવતી વસ્તુ બનાવી આપશે. પણ કદી એ વિચાર કરો છો કે જો મમ્મી એકાદ મહિના માટે કશે જતી રહે તો?

શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે.

દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક – મસ્તી કરે છે, રમત રમે છે – પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.

તમે જાણો છો કે પપ્પાનો પણ દિવસ “ફાધર્સ ડે” પણ ઉજવાય છે. “ફાધર્સ ડે”ની ઉજવણી 17મી જૂનના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ, આથી તેને પોતાના પિતાજીના જન્મ દિવસ 17મી જૂન ને ફાધર્સ ડે તરીકે ઉજવવાની શરુઆત કરી.

પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?

તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છે.

જે પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો અમે તમને થોડી મદદ કરીએ.

-એક સરસ મજાનું કાર્ડ આપો. આમ તો બજારમાં ઘણાં તૈયાર કાર્ડ મળે છે પણ તમે તમારા હાથથી બનાવીને જે કાર્ડ આપશો તે જોઈને તેમને વધુ આનંદ મળશે.

-તે દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.

-તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.

-અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.

આજના આ બદલતા જમાનામાં બાળકોને વધુ સારુ શિક્ષણ આપવા માટે પિતા વધુને વધુ મહેનત કરે છે. જે બાળકોના ભવિષ્ય તેઓ માટે આખો દિવસ બહાર રહે છે એ બાળકો સાથે સમય વિતાવવાનો તેમની પાસે આજે સમય નથી. તો આજે અપણે આપણા પિતાજી સાથે આજે પૂર્ણ દિવસ વિતાવી અને તેમનુ આપણી જીંદગીમાં કેટલુ મહત્વ છે તે સમજીએ.

એક સમયની વાત છે એક માણસને પોપટમાં ખૂબ રૂચિ હતી. એ એણે પકડતો , સિખડાવતિ અને પોપટના શૌકીન માણસોને સારા મૂલ્યે વેચી આપતો.
એક વાર એના હાથે એક ખૂબ સુંદર પોપટ આવી ગયા. એણે પોપટની સારી-સારી વાતો સિખડાવી અને બોલવું શીખડાવયું. તેણે એ લઈને અકબરના દરબારમાં ગયા. દરબારમાં પોપટના માલિકે પૂછ્યું જણાઓ “આ કોનું દરબાર છે ” પોપટ બોલું આ અકબરના દરબાર છે. આ સાંભળીને  અકબર ખોબ ખુશ થયા. એ એ માણસથી બોલ્યા , મને આ પોપટ જોઈએ , બોલે આની શું મૂલ્ય માંગો છો. એ બોલ્યું જહાપનાહ આ બધુ તમારા જ છે. તમે જે મંજૂર હોય આપી દો. અકબરને એના જવાબ પસંદ અવ્યું અને અકબરે એને સારા મૂલ્ય આપીને પોપટને ખરીદી લીધું.
મહારાજા અકબરે પોપટ માટે રહેવાની સારી સગવડ કરી આપી. એને ખોબ સુરક્ષાના વચ્ચે રખાયું . અને કહ્યું કે આ પોપટને કઈ પણ થવું ન જોઈએ. જો કોઈને પણ આ પોપટની મૌતની ખબર મને આપશે હું એને ફાંસી પર લટકાવી નાખીશ . હવે પોપટના ખૂબ ધ્યાનથી રખાયું  , પણ એક વાર પોપટ મૃત્યું પામ્યું . પણ હવે આ સૂચના મહારાજને કોણ આપો. રખવાળા ખૂબ પરેશાન હતો. ત્યારે એક માણસે કહ્યું કે બીરબલ અમારી મદદ કરશે. આ કહીને એને બીરબલમે બધી વાત કહી અને તેનાથી મદદ માંગી.
બીરબલે રખવાળાને કહ્યું કે તમે જાઓ મહારાજને પોપટની ખબર હું આપીશ . બીરબલ બીજા દીવસે મહારાજ પાસે ગયું અને કહેવા લાગ્યા અમ્હારાજ તમારા પોપટ ……. અકબર – શું થયું માર પોપટને …. તમારા પોપટ જહાપનાહ . હા.. હા કહો શું ? મહારાજ , તમારા … કહો તો પોપટને શું થયું …. અકબરે આખરે ધીમે આવાજે બોલ્યું મહારાજ તમારા પોપટ કઈ ખાતું નથી , કઈ પીતું નથી , ના તો કઈ બોલે છે અને ના જ પંખ ઉઠાવે છે.
 અને  હા એ આંખ પણ નથી ખોલતું ….
મહારાજે ગુસ્સામાં બોલ્યું ..તો સીધા કેમ નહી કહેતા કે એ મરી ગયો છે
બીરબલે – જલ્દીથી જવાબ આપ્યા
મહારાજ મેં તમને એના મૌતની ખબર નથી. આપી
અને મહારાજ પાસે કોઈ જવાબ ન હોતો !!
એક સમયની વાત છે કે એક કુંભારના ગધેડો કૂવામાં પડી ગયા . એ ગધેડા કલાકો સુધી બૂમો પાડીને રડતા રહ્યા. કુંભાર સાંભળતા રહ્યા અને વિચાર કરતા રહ્યા કે એને શું કરવા જોઈએ , શું નહી . આથી આખરે એને નિર્ણય લીધા કે , એ ગધેડા તો બૂઢા થઈ ગયા છે , એને બચાડવાથી કોઈ લાભ નથી, આથી એને તો કૂવામાં જ દફન કરી દેવું જોઈએ. કુભારે એમના મિત્રો અને પાડોસીઓને બોલાવ્યો. બધાને કૂવામાં માટી નાખવી શરૂ કરી. જેમજ ગધેડા સમજમાં આવ્યુ કે શું થઈ રહ્યું છે , એ જોર-જોરથી બૂમો પાડીને  રડવા લાગ્યા , થોડી વાર પછી એ શાંત થઈ ગયા .
બધા લોકો ચુપચાપ કૂવામાં માટી નાખતા રહ્યા. ત્યારે કુંભારએ કૂવામાં જોયું તો એને આશ્ચર્ય થયું. અને એ હેરાન રહી ગયું ” એને જોયું કે ગધેડા કૂવામાં જે માટી તેની ઉપર આવતી એને નીચે ગિરાવી નાખતા અને પોતે એ માટી પર એક એક પગલા ઉપર આવતા રહ્યા. જેમે જેમ કુંભાર અને તેના પડોસી તેના પર માટી નાખતા એમ જ એ માટીને ગિરાવી દેતા અને એક સીઢી ઉપર આવી જ્તા . અને પછી એ કૂવાના કાંઠે સુધી પહોંચી ગયા. અને કૂદીને બહાર આવી ગયા.
શીખામણ- આ વાર્તાથી અમને શીખામણ મળે છે કે માણસને કોઈ પણ પરિસ્થિતિ જોઈને નિરાશ કે હાર નહી માનવી જોઈએ પણ હિમ્મત રાખીને આગળ વધવા જોઈએ . 
અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પુછ્યું, શું છે આની અંદર?
દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે.
તે શેને માટે, બાદશાહે પુછ્યું.
માફી માંગુ છુ હુજુર, દરબારી બોલ્યો. પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે બીરબર આ રેતીમાંથી ખાંડને અલગ કરે.
બાદશાહે કહ્યું, જોઈ લે બિરબલ રોજ તારી સામે એક નવી મુશ્ક્લી મુકવામાં આવે છે, હવે તારે આ રેતીને પાણીમાં ગોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે.
કોઈ વાંધો નહિ જહાઁપનાહ, બીરબલે કહ્યું. આ તો મારા ડાબા હાથનો ખેલ છે, કહીને બીરબલે કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો.
બીરબલ બાગમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકામાંનુ મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દિધું.
આ તમે શું કરી રહ્યાં છે? એક દરબારીએ પુછ્યું.
આ તને કાલે ખબર પડશે, બીરબલે કહ્યું.
બીજા દિવસે બધા તે આંબા નીચે પહોચ્યાં, જ્યાં હવે માત્ર રેત જ પડી હતી. ખાંડના બધા દાણાને કીડીઓએ લઈને પોતાના દરમાં મુકી દિધા હતાં, અમુક કીડીઓ તો હજી પણ ખાંડના દાણાને ઘસેડીને લઈ જઈ રહી હતી.
પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં? એક દરબારીએ પુછ્યું.
રેતીથી અલગ થઈ ગઈ, બીરબલે કહ્યું.
બધા જોરથી હસી પડ્યાં.
બાદશાહે દરબારીને કહ્યું કે, જો હવે તારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘુસવું પડશે. બધા જોરથી હસ્યાં અને બીરબલની ચતુરાઈના વખાણ કર્યા.

અકબરને ઉખાણુ સાંભળવાનો અને સંભળાવવાનો ખુબ જ શોખ હતો. તેઓ બધાના ઉખાણા સાંભળતાં અને સમય આવતાં પોતાનું ઉખાણુ પણ સંભળાવતાં. એક દિવસ અકબરે બીરબલને એક ઉખાણું સંભળાવ્યુ

બીરબલે આવુ ઉખાણું ક્યારેય નહોતુ સાંભળ્યુ એટલે તેને ચક્કર આવી ગયાં. તે ઉખાણાનો અર્થ તે સમજી શક્યો નહિ. તેથી તેણે બાદશાહને પ્રાર્થના કરી કે, મને આ પહેલીનો જવાબ શોધવા માટે થોડોક સમય આપો. બાદશાહે પ્રસ્તાવ મંજુર કર્યો.

બીરબલ અર્થ સમજવા માટે ત્યાંથી ચાલી નીકળ્યો. તે એક ગામની અંદર પહોચી ગયો. એક તો ગરમી હતી અને બીજુ કે રસ્તાનો થાક હતો એટલે તે મજબુર થઈને એક ઘરમાં ઘુસી ગયો. ઘરની અંદર એક છોકરી જમવાનું બનાવી રહી હતી.

બેટા શું કરે? બીરબલે પુછ્યું. છોકરીએ જવાબ આપ્યો, તમને દેખાતુ નથી? હું છોકરીને રાંધી રહી છુ અને માને બાળી રહી છુ.

ઠીક છે બે જણાં વિશે તો તે મને જણાવી દિધું પરંતુ તે કહે કે તારો બાપ શું કરી રહ્યો છે? બીરબલે પુછ્યું.

તે માટીમાં માટીને ભેળવી રહ્યાં છે, છોકરીએ કહ્યું. આ જવાબ સાંભળીને બીરબલે ફરીથી પુછ્યું- તારી મા શું કરી રહી છે?

એક ને બે કરી રહી છે- છોકરીએ કહ્યું.

બીરબલને છોકરી પાસેથી આવી અપેક્ષા ન હતી. પરંતુ તે એટલી મોટી પંડિત નીકળી કે તેના જવાબ સાંભળીને બીરબલ એકદમ આશ્ચર્યચકિત રહી ગયો. એટલામાં તેના માતા-પિતા આવી પહોચ્યાં. બીરબલે આખી વાત તેમને સંભળાવી.

છોકરીના પિતાએ કહ્યું કે- મારી પુત્રીએ તમને યોગ્ય ઉત્તર આપ્યાં છે.
– તુવેરની દાળ તુવેરના સુકા લાકડા વડે ચઢી રહી છે.
– હું અમારી જ્ઞાતિમાં એક વ્યક્તિના અગ્નિસંસ્કાર માટે ગયો હતો.
– અને મારી પત્ની પડોશમાં મસુરની દાળ દળી રહી હતી.

બીરબલ છોકરીની ઉખાણા ભરેલી વાતો સાંભળીને ખુબ જ ખુશ થયો. તેણે વિચાર્યું કે કદાચ અહીંયા બાદશાહના ઉખાણાંનો પણ જવાબ મળી જશે એટલા માટે તેણે તે ઉખાણું છોકરીના પિતાને પુછી લીધુ.

આ તો એક સરળ ઉખાણું છે. આનો અર્થ હું તમને સંભળાવું છું- ધરતી અને આકાશ બે ઢાંકણ છે. તેની અંદર રહેનાર મનુષ્ય તડબુચ છે. તે એવી રીતે મૃત્યું આવવા પર મરી જાય છે જેવી રીતે ગરમીને લીધે મીણબત્તી ઓગળી જાય છે- તે ખેડુતે કહ્યું. બીરબલ તેની આવી બુદ્ધિમાની જોઈને ખુબ જ ખુશ થયો અને તે ખેડુતને ભેટ આપીને તે દિલ્હી જવા નીકળી પડ્યો. ત્યાં જઈને બીરબલે બધાની આગળ તે ઉખાણાનો જવાબ સંભળાવ્યો. બાદશાહે ખુશ થઈને બીરબલને ઈનામ આપ્યું

એક હતો દેડકો ખૂબ જ ફુર્તીલો. ચાલે તો મટકી-મટકીને. એક દિવસ લૂ-લૂએ તેને જોયું તો જોતો જ રહી ગયું. ચુપચાપ જોવા-જોતા લૂ લૂ ન જાને ક્યાં ખોવાઈ ગયો. દેડકો તો ગાયબ પર તેને લાગ્યું કે એ દેડકો બની ગયો. પછી શું ચાલવા લાગ્યા એ પણ દેડકાની જેમ ફુદક-ફુદકીને. મટકે મટકીને તેને બહુ મજા આવી રહ્યું હતું.
તેને વિચાર્યુ કે જ્યારે દેડકો ચાલે છે તો એ શું વિચારે છે. બહુ વિચાર્યા. પણ તેને સમજાઈ નહી રહ્યું હતું કે ચાલતા સમયે દેડકો શું વિચારતો હશે. તેને ખરાબ લાગી રહ્યું હતું,  મજાપણ બગડી રહ્યું હતું. એ વાર-વાર વિચારતા કે એ શું વિચારતો એ વિચારી કેમ નહી રહ્યું. ત્યારે એને વિચાર્યું કે બા થી જ હાલીને પૂછાય .
લૂ લૂને માં બહુ વહાલી હતી!! હમેશા આશ્ચર્ય કરતો – કે”બા ને બધી વાત કેવી રીતે ખબર હોય છે”
“બા, બા ! ઓ બા !  લૂ લૂ બૂમ પાડતો ત્યાં પહૉંચી ગયો જ્યાં બા કામ કરી રહી હતી. પાસ જઈને બોલ્યો – બા, બા !ચાલતા સમયે દેડકો શું વિચારે છે?
“એ જ અ વિચારે છે જે તૂ વિચારે છે બિટ્ટૂ !” બાએ જવાબ આપ્યું અને ફરીથી કામ કરવા લાગી. લૂ લૂ ચુપ . તેને લાગ્યું કે એ બા ની વાત નહી સમજ્યો.
“ક્યારે ક્યારે બાની વાત સમજાય કેમ નહી ” લૂ-લૂ એ વિચાર્યું પછી બોલ્યું ! બા, “ક્યારે ક્યારે તમારી વાત સમજાય કેમ નહી ? લૂ લૂની વાત સાંભળીને તેના પર બાને બહુ પ્યાર આવ્યું. મુસ્કુરાવીને બોલી- એ માટે કે તૂ અત્યારે બહુ નાનું છે.  લૂ લૂને બા ની આ વાત સારી નહી લાગી- નહી બા, હું નાનો નહી . હું તો રોજ દૂધ પીઉં છું, રોટી ખાઉં છું , શાક અને દાળ ખાઉ છું. ફળ પણ ખાઉં છું અને શાળા પણ જાઉ છું. હું તો સ્ટ્રોંગ છું. લૂ લૂને વાત સાંભળીને બા ને બહુ મજા આવી રહ્યું હતું. કામ મૂકીને તેને પોતાની પાસે ખેંચી લીધું અને તેમનો ગાળ ચૂમી લીધું. લૂ લૂએ પછી વિચાર્યું કે બા ને પ્રેમ આવે છે તો એ ગાળ ચૂમી લે છે ! પણ ચુપ રહ્યું ! બા બોલી- અરે હા! મારા લાલો તૂ સાચે બહુ મોટો થઈ ગયો છે.
સ્ટૃઅંગ પણ જલ્દી જ ઓર મોટો થઈ જશે. જે પણ વસ્તુ આપું છે એ ખુશી-ખુશી ખાઈ જાય છે. લૂ લૂબ્ને હવે સારું લાગી રહ્યું હતું- બોલ્યો “તો બા જણાઓના ચાલતા ચાલતા દેડકો શું વિચારે છે?” “કહ્યું તો બિટ્ટૂ તેજ જે તૂ વિચારે છે” લૂ લૂ ફરી ચુપ . આ સમયે વાત થોડી સમજાઈ- “પણ બા, હાલતા હાલતા હું શું વિચારું છું ?”
બા ને હવે હંસી આવી ગઈ- કહ્યું અરે આ તો તો જ જણાવીશ ન બિટ્ટૂ. તારા મનની વાત હું કેવી રીતે જાણીશ” લૂ લૂ એ બાને આશ્ચર્યથી જોયું. તેને બાની આખરે વાત પર વિશ્વાસ નહી થઈ રહ્યું હતું. તેને વિચાર્યું- બા તો બહુ જાણે છે. બધુ પણ એ મને જણાવા નહી ઈચ્છતી કે પછી ઉલ્લૂ બનાવી રહી છે. ગુસ્સો થઈને
બોલ્યો- બા હું તમારાથી વાત નહી કરીશ, નહી તો જણાવો કે “હાલતા સમયે હું શું વિચારું છું” બા સમજી ગઈ હતી કે હવે લૂ-લૂ નહી માનીશ. બોલી- “તૂ વિચાર છે કે તારી માં કેટલી સારી છે તેને બધું ખબર છે. એ તારાથી બહુ પ્રેમ કરે છે. તારું ધ્યાન રાખે છે. તને પણ બાથી કેટલું પ્રેમ છે. હમેશા બા પાસે રહીશ. આવું જ બધું.
લૂ-લૂએ કીધું “હા બા, હું તો સાચે આ જ વિચારું છું. પણ તમને કેવી રીતે ખબર પડી?” “બા એ કીધું “કારણે કે હું બધું જાણ ઉં છુ “સારું બા” દેડકાની પણ બા પણ તો બધું જાણતી હશે કે. એ પણ જાણતે હશે કે હાલતા સમયે દેડકો શું વિચારે છે- લૂ લૂ એ કીધું.
“હાં હાં, દરેક બા તેનમા બાળક વિશે બધું જાણે છે. તેને આ વિચારીને મજા આવે ગયું કે “દેડકાની બા પણ તેને બહુ પ્રેમ કરે છે”. “તે”મનો ધ્યાન રાખે છે”. અને દેડકો પણ તેની બાથી બહુ પ્રેમ કરે છે. “તેની બા પણ તેના ગાલ ચૂમે છે. “પ્રેમ કેટલું સારું હોય છે ને” .
“લૂ લૂ ને ચુપચાપ જોઈ“ બા – એ લૂ લૂ થી પૂછી લીધું અરે- લૂ લૂ શું વિચારે છે ? લૂ લૂએ પણ શારરત કરી કહેવા લાગ્યું – હું શા માટે કહું? તમે તો બધું જાણો છો ન . આ કહેતા ધ્યાન આવ્યું કે તેને તો દેડકાને જોવા જવું છું . અને એ રાજી થઈને ઘરથી બહાર દોડી પડ્યું.
બા ને પણ હંસી આવી ગઈ- અને વિચારવા લાગી મારો લૂ કેટલી મજેદાર વાતો કરે છે હે ન !!
એક ગામમાં થોડાં ભરવાડ રહે. ઘેટાં-બકરાં ઉછેરી પોતાનો ગુજારો ચલાવે. ભરવાડ બધા સમજદાર હતા. તેમની વચ્ચે સંપ ઘણો. એક જણ મુશ્કેલીમાં આવે તો બીજા બધા તેની બાજુમાં ઊભા રહી જાય અને મદદ કરે. બધા એકબીજાના સાથ સહકારમાં જીવન ગુજારે.
એક વખત આ ભરવાડો પર એક આફત આવી પડી. દૂર જંગલનો એક વાઘ ફરતો ફરતો આ ગામની સીમમાં આવી ચડ્યો. સીમમાં તેને ભરવાડના ઘેંટા-બકરાંનો શિકાર સહેલાઈથી મળવા લાગ્યો એટલે વાઘ તો પેંધે પડી ગયો. દૂર જવાનું નામ જ ન લે. ભરવાડો તો મુશ્કેલીમાં મૂકાઈ ગયા. રોજેરોજ તેમના બે-ચાર ઘેંટા-બકરાં ઓછા થાય અને વાઘ કોઈ કોઈ વખત ભરવાડો પર પણ હુમલો કરી બેસે તેવું પણ થતું હતું.
પણ ભરવાડો ડરપોક ન હતા. તેમણે વાઘનો બરાબર મુકાબલો કરવાનું નક્કી કર્યું. એક ભરવાડ કહે આપણે એવું કરીએ કે આપણાંમાંથી જે કોઈ વાઘને દૂરથી આવતો જૂએ તેણે બૂમરાણ મચાવવી કે ‘વાઘ આવ્યો રે વાઘ આવ્યો. ભાઈ ધાજો રે ધાજો.’ આ બૂમરાણ સાંભળી બધાંએ લાકડી લઈ દોડવું અને સાથે મળીને વાઘને મારીને ભગાવી દેવો. બસ તે દિવસથી એક બીજાની મદદથી બધા ભરવાડ પર વાઘનું સંકટ ઓછું થઈ ગયું.
આમાંથી એક ભરવાડનો છોકરો અટકચાળો, અવળચંડો અને અવળી બુદ્ધિનો હતો. તેને તો આમ રાડારાડી થાય અને બધા લોકો હાંફળાફાંફળાં થઈ દોડી આવે એ જોઈને ગમ્મત થવા લાગી. તેને ઘણી વખત વિચાર થતો કે લાવને હું બધાને ખોટેખોટા દોડાવું અને ગમ્મત જોઉં. એક દિવસ તેને સાચે જ અવળી બુદ્ધિ સૂઝી. વાઘ નહોતો છતાં બૂમાબૂમ કરી મૂકી ‘વાઘ આવ્યો રે ભાઈ વાઘ આવ્યો. ધાજો રે ભાઈ ધાજો.’ આ સાંભળીને બધા ભરવાડ લાકડી લઈને ઝટપટ દોડી આવ્યા પણ જૂએ તો વાઘ ક્યાંય નહિ અને છોકરો કહે જૂઓ મેં તમને કેવા ઉલ્લુ બનાવ્યા. એણે આવું એક વાર નહિ પણ ત્રણ-ચાર વખત કર્યું એટલે ભરવાડો પણ સમજી ગયા કે આ છોકરા પર ભરોસો મૂકવા જેવું નથી.
થોડા દિવસ પછી એવું બન્યું કે એ છોકરો સીમમાં એકલો જ હતો અને પોતાના ઘેંટા-બકરાં ચરાવતો હતો ત્યારે તેણે ખરેખર દૂરથી વાઘને આવતાં જોયો. છોકરો તો વાઘને જોઈને ખૂબ ડરી ગયો અને બૂમાબૂમ કરી મૂકી ‘વાઘ આવ્યો રે વાઘ આવ્યો. ધાજો રે ભાઈ ધાજો.’ ભરવાડો એ આ સાંભળ્યું પણ તેમને થયું કે આ છોકરાને આવી ખોટી બૂમરાણ કરવાની ટેવ જ છે. આપણે કંઈ એમ મદદે દોડી જવાની અને એની ઠેકડીનો ભોગ બનવાની જરૂર નથી. આમ વિચારી એ છોકરાની મદદ કરવા કોઈ ન ગયું.
વાઘે તો તરાપ મારી બે-ચાર ઘેંટા-બકરાંનો તો શિકાર કર્યો જ પણ સાથે સાથે છોકરા પર પણ હુમલો કરી તેની ટાંગ પણ તોડી નાખી. વિકરાળ વાઘની સામે છોકરો બિચારો કંઈ ન કરી શક્યો અને રડીને બેસી રહ્યો.
આમ અવળી બુદ્ધિવાળા અવળચંડા છોકરાને પોતાની જ ભૂલને કારણે પોતાની બાકીની જિંદગી અપંગ થઈને ગુજારવી પડી.