બુદ્ધિની કસોટી

અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પુછ્યું, શું છે આની અંદર?
દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે.
તે શેને માટે, બાદશાહે પુછ્યું.
માફી માંગુ છુ હુજુર, દરબારી બોલ્યો. પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માંગીએ છીએ, અમે ઈચ્છીએ છીએ કે બીરબર આ રેતીમાંથી ખાંડને અલગ કરે.
બાદશાહે કહ્યું, જોઈ લે બિરબલ રોજ તારી સામે એક નવી મુશ્ક્લી મુકવામાં આવે છે, હવે તારે આ રેતીને પાણીમાં ગોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે.
કોઈ વાંધો નહિ જહાઁપનાહ, બીરબલે કહ્યું. આ તો મારા ડાબા હાથનો ખેલ છે, કહીને બીરબલે કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો.
બીરબલ બાગમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકામાંનુ મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દિધું.
આ તમે શું કરી રહ્યાં છે? એક દરબારીએ પુછ્યું.
આ તને કાલે ખબર પડશે, બીરબલે કહ્યું.
બીજા દિવસે બધા તે આંબા નીચે પહોચ્યાં, જ્યાં હવે માત્ર રેત જ પડી હતી. ખાંડના બધા દાણાને કીડીઓએ લઈને પોતાના દરમાં મુકી દિધા હતાં, અમુક કીડીઓ તો હજી પણ ખાંડના દાણાને ઘસેડીને લઈ જઈ રહી હતી.
પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં? એક દરબારીએ પુછ્યું.
રેતીથી અલગ થઈ ગઈ, બીરબલે કહ્યું.
બધા જોરથી હસી પડ્યાં.
બાદશાહે દરબારીને કહ્યું કે, જો હવે તારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘુસવું પડશે. બધા જોરથી હસ્યાં અને બીરબલની ચતુરાઈના વખાણ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *